News of Tuesday, 13th August 2024
અમરેલીમાં પોતાના ઘરે તિરંગો લહેરાવતા દિલીપભાઇ સંઘાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૩: જે દેશના નાગરીકોમાં રાષ્ટ્રવાદ - દેશભકિત ઠાસોઠાસ ધરબાયેલી હોય તે રાષ્ટ્ર હરસભવન પડકારોને પહોંચી વળવા સક્ષમ હોય છે, દેશમાં રાષ્ટ્રભકિત બળવતર બનાવવા અને સ્વમાન -બંધુત્વનભાવના ઉજાગર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી એ હર ઘર તિરંગાનું આહવાન કરેલ છે તે અંતર્ગત રાષ્ટ્રીય સહકારી નેતા દિલીપ સંઘાણીએ અમરેલી ખાતેના નિવાસ્થાને ગગનમા તિરંગો લહેરાવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, મહામંત્રી રાજેશભાઇ માગરોળીયા, ડેરી પ્રમુખ અશ્વિનભાઇ સાવલીયા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષ સઘાણી, શહેર તિરંગા યાત્રા ઇન્ચાર્જ તુષાર વાણી સહિત પરિજનો ઉપસ્થિત રહ્યા તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
