<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

જામનગરના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પુરાત્વીય સંગ્રહાલય ખાતે જામનગરનો ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાપત્યોનું 'હેરીટેઝ ફોટોગ્રાફીક્સ એક્ઝીબીશન' યોજાયું

કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પુરાત્વીય સંગ્રહાલયના 'ઓડિયો-વિઝ્યુઅલ ગાઇડ એપ્લીકેશન' નું ઉદ્ઘાટન કરાયુ

જામનગર:રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ ગુજરાત સરકાર હેઠળ પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૧૧મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ " જામનગર સ્થાપના દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જામનગરની રાજાશાહી વખતની નયનરમ્ય ઇમારતો, ભવ્ય કોટ, ઐતિહાસિક દરવાજા તેમજ ઈતિહાસનો અરીસો દેખાડતા પુરાતત્વીય સ્થળોના વારસા સમા 'હેરીટેઝ ફોટોગ્રાફીક્સ એક્ઝીબીશન'નું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે જામશ્રી વિભાજીની પાઘડીનું ડીસ્પ્લે તેમજ પુરાત્વીય સંગ્રહાલયનાં 'Museums of Gujarat' ની ઓડિયો-વિઝ્યુઅલ ગાઇડ એપ્લીકેશન'નું ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાનાં વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.આ એપ્લીકેશન થકી સંગ્રહાલયમાં દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં આવતા મુલાકાતીઓ પોતાના જ સ્માર્ટ ફોન થકી સંગ્રહાલયમાં રહેલ ગેલેરીમાં પ્રદર્શિત વિવિધ નમૂનાઓ અને તેમની ઐતિહાસિક મહત્તાના અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં રસપ્રદ નિરૂપણને રસમય શૈલીમાં સાંભળી શકશે. આ કાર્યક્રમ નિમિત્તે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરના ક્યુરેટર ડો.ધીરજ ચૌધરી, જામનગરના સૌ કલારસિકો તેમજ સંગ્રહાલયનાં તમામ સ્ટાફગણ હાજર રહેલ.

(6:47 PM IST)