<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

જામનગર જિલ્લામાં યુવા ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

ભાગ લેવા ઇચ્છુક ૧૫ થી ૨૯ વર્ષના યુવાઓ તા.૨૩ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

જામનગર:યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના દિવ્ય ઉદેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પોતાની આગવી સંશોધન શક્તિ પ્રદર્શિત કરી શકે તે હેતુ “૨૮ મો નેશનલ યુથ ફેસ્ટીવલ” ની થીમ “Innovation in Science and Technology” આધારિત યોજવામાં આવનાર છે. જે મુજબ જિલ્લાકક્ષાએ વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવશે.
    જામનગર જિલ્લા કક્ષાની વિજ્ઞાનમેળાની સ્પર્ધામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજો માંથી તેમજ  ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જે યુવાઓ ભાગ લેવા માંગતા હોય તેઓ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી સ્પર્ધા ફોર્મ તા.૨૩/૦૮/૨૦૨૪ના બપોર ૧૨ કલાક સુધીમાં મેળવીને પરત જમા કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીનાં ફોન નં-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જીલ્લાકક્ષાના પ્રથમ વિજેતા પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ. આઈ. પઠાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે

(6:48 PM IST)