News of Tuesday, 13th August 2024
મોરબી તાલુકા ભાજપ દ્વારા કાલે બુધવારે તિરંગા વિતરણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા ભાજપ દ્વારા લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા “ તિરંગા ઝંડા વિતરણ” કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જે તા: 14ને સવારે 9 થી 12 રવાપર ચોકડી, મુ. રવાપર ખાતે યોજાશે. તેમ અરવિંદ વાસદડીયા – પ્રમુખ મોરબી તાલુકા ભાજપ તથા બચુભાઇ ગરચર, બચુભા રાણા – મંહામંત્રી મોરબી તાલુકા ભાજપની યાદીમાં જણાવાયું છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
