News of Tuesday, 13th August 2024
આવતીકાલે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 2300 ફુટ લાંબા તિરંગાની " તિરંગા યાત્રા" નું આયોજન.
મોરબીની દેશપ્રેમી જનતાને જોડાવા આહવાન.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : "શાન ના ઇસકી જાને પાયે,ચાહે જાન ભલે હી જાયે"...
યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ આઝાદી ના ૭૭ વર્ષ ની ઉજવણી અંતર્ગત યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ૨૩૦૦ ફૂટ લંબાઈના તિરંગાની "ત્રિરંગા યાત્રા" નું આયોજન કરવા માં આવેલ છે.. તો ચાલો સાથે મળી ને દેશભક્તિ ના ભવ્ય તહેવારને ઉજવીયે અને રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગા ને વધાવીએ.રૂટ:
સ્કાય મોલ -ઉમિયા સર્કલ- અવની ચોકડી- રવાપર ચોકડી- સ્કાય મોલ
આવતીકાલે સવારે ૧૦ઃ૦૦ વાગ્યા થી શરૂ....
તા.૧૪/૮/૨૦૨૪ બુધવાર
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
