News of Tuesday, 13th August 2024
૨૩ બેંક ખાતાઓ ખોલાવી ઓન લાઈન ઠગાઈના ૧૨ કરોડ રૂ. જમા કરાવાયા, પૂર્વ કચ્છ પોલીસે એક મહિલા સહિત ૪ આરોપી સામે ગુનો નોંધ્યો, બે ઝડપાયા, બે ફરાર : જુઓ વિડિઓ
નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનભાઇ રાજપૂત, ગાંધીધામ અને પ્રમોદ ઉર્ફે આશિષ મહેશ જાંગીરે રાજસ્થાન હાલ અમદાવાદની ધરપકડ

એસ.પી. સાગર બાગમારેએ આ અંગે આપેલી માહિતી અનુસાર અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમના નામે ૨૩ બેંક ખાતા ખોલાવી તેમાં અલગ અલગ રાજ્યોમાં લોકો સાથે ઓનલાઇન ઠગાઇના રૂ. જમાં કરાવવા બદલ પોલીસે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનભાઇ રાજપૂત, ગાંધીધામ અને પ્રમોદ ઉર્ફે આશિષ મહેશ જાંગીરે રાજસ્થાન હાલ અમદાવાદની ધરપકડ કરી છે. જ્યારે હસ્મિતાબેંન મનોજ ઠકકર, ગાંધીધામ હાલ અમદાવાદ અને રાજ દીપક ધનવાણી, આદિપુર ફરાર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, વિડિયો: મુકેશ રાજગોર, અકિલા, કચ્છ)
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
