News of Wednesday, 14th August 2024
જૂનાગઢમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ
રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે કાલે ધ્વજવંદનઃ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ રિહર્સલનું નિરીક્ષણ કર્યું: રાષ્ટ્રીય પર્વની ગરિમામય ઉજવણી માટે માર્ગદર્શન આપ્યું

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૧૪: રાજયના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે આયોજિત ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીના આયોજન માટે જવાબદારી સંભાળી રહેલા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
૧૫મી ઓગસ્ટના જિલ્લાની સ્કૂલ- કોલેજના વિદ્યાર્થીઓના જૂથો દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ આપવાના છે, તેમણે પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે કૃતિઓ રજૂ કરી હતી.
આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
