News of Wednesday, 14th August 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલ્યાણપુર ખાતે કરાશેઃ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૮માંᅠ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કે.કે.દાવડા હાઈસ્કૂલ કલ્યાણપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ રિહર્સલ કરવામાં આવ્યુ હતું. રિહર્સલમાં જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા , નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, મામલતદાર આર.એચ.સુવાᅠ સહિતᅠ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીય)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
