<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા યથાવતઃ કેશોદમાં પોણો ઇંચ

રાજકોટ, તા., ૧૪: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા યથાવત છે અને હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ અત્રે રાત્રીના ૧૧ વાગ્‍યાથી સવારના ૬ વાગ્‍યા સુધી ઝરમરીયો વરસતા વધુ પોણો ઇંચ વરસાદ થવા પામ્‍યો છે. કંટ્રોલ રૂમ ખાતે ૧૬ મીની વરસાદ નોંધાયેલ છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ કાલાવડ, લાલપુર, જામજોધપુર, નિકાવા, ભલસાણ બેરાજા, સમાણા, પીપરટોડા, પડાણા, મોટા ખડબા, હરીપરમાં ઝાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહતમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતી ૬.૬ કી.મી. રહી હતી. (

(12:07 PM IST)