News of Wednesday, 14th August 2024
૨૩ બેંક ખાતાઓ ખોલાવી ઓનલાઇન ઠગાઇના ૧૨ કરોડ રૂપિયા જમા કરાવાયા
પૂર્વ કચ્છ પોલીસે એક મહિલા સહિત ૪ આરોપી સામે ગુનો નોંધ્યો, બે ઝડપાયા, બે ફરાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૪: ઓનલાઈન ઠગાઈ કરવાના સાયબર ક્રાઇમના ગુના અંગેની ફરિયાદો અવારનવાર થતી રહે છે. તે વચ્ચે પૂર્વ કચ્છ પોલીસે આવા સાયબર ક્રાઈમ અંગેના બનાવોમાં અન્યના નામે બેંક ખાતા ખોલાવી તેમાં લાખો રૂપિયાની હેરફેર કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
એસ.પી. સાગર બાગમારેએ આ અંગે આપેલી માહિતી અનુસાર અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમના નામે ૨૩ બેંક ખાતા ખોલાવી તેમાં અલગ અલગ રાજયોમાં લોકો સાથે ઓનલાઇન ઠગાઇના રૂ. જમાં કરાવવા બદલ પોલીસે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનભાઇ રાજપૂત, ગાંધીધામ અને પ્રમોદ ઉર્ફે આશિષ મહેશ જાંગીરે રાજસ્થાન હાલ અમદાવાદની ધરપકડ કરી છે. જયારે હસ્મિતાબેંન મનોજ ઠકકર, ગાંધીધામ હાલ અમદાવાદ અને રાજ દીપક ધનવાણી, આદિપુર ફરાર છે. આ શખ્સોએ ગાંધીધામના ૧૮ તેમ જ મોડાસા અને અમદાવાદના ૫ એમ કુલ ૨૩ વ્યક્તિઓ નામે બેંક ખાતા ખોલાવ્યા હતા.ᅠ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન ના ૭ વ્યક્તિઓ એ ઓન લાઈન ઠગાઈ ની ફરિયાદ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (તસવીરઃમુકેશ રાજગોર,રાપર)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
