News of Wednesday, 14th August 2024
ધ્રોલના જાયવામાં જમીન પચાવી પાડવા કાકાના પુત્રએ બનાવટી સોગંદનામા રજુ કર્યા
ગોંડલના વિણાબેન ઠકરારે કાકાના પુત્ર અમીતભાઇ મધુસુદન ઠકરાર સહિતના સામે પોલીસ ફરીયાદ કરતા ખળભળાટ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૪: હકક કમી કરાવવા બનાવટી સોગંદનામા તૈયાર કરનાર સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ધ્રોલનમા જાયવા ગામની ખેતીની જમીન પચાવી પાડવા કાકાના પુત્રએ બનાવટી સોગંદનામા રજુ કરતા ગોંડલના વિણાબેન ઠકરારે પોલીસમાં ફરીયાદ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ગોંડલ રોડ પર રહેતી વિણાબેન રમણીકલાલ ઠકરાર ઉ.વ. ૪૪ એ ધ્રોલ પોલીસ મથકે ફરયાદ નોંધાવી છે કે, તા. રર-૩-ર૦૧૩ થી તા. ૪-ર-૧૪ દરમ્યાન આરોપી અમીત મધુસુદન ઠકરાર તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓએ જાયવા ગામે સર્વે નં. ૮૬૪ હે.આર.ચો.મી. પ-૮૧-૭૩ વાળી જમીન પોતાના નામે કરી લેવા માટે આરોપીએ ફરીયાદી તથા સાહેદોના હકક કમી કરવા માટે રૂા. ર૦ ના સ્ટેમ્પ વાળા બનાવટી સોગંદનામા તૈયાર કરી તેમાં અન્ય વ્યકિતઓના ફોટા ચોટાડી ખોટી સહીઓ તથા અંગુઠા મારી તેમજ બનાવટી ચૂંટણી કાર્ડ બનાવી બનાવટી સોગંદનામુ તથા ચુંટણી કાર્ડ હકક કમી કરવા માટે ખરા તરીકે મામલતદાર કચેરી ધ્રોલમાં રજુ કરી ગુન્હો કરેલ.
ફરીયાદમાં જણાવ્યું છે કે આમ મારા તથા મારા ભાઈ તથા મારી બહેનોના ખોટા નોટરાઈઝ સોગંદનામા તથા ખોટા ચુંટણીકાર્ડ બનાવીᅠમામલતદાર કચેરીમાં હકક કમીની નોંધ પડાવેલ હતી પરંતુ ૧૩૫૧૩૫ડી ની નોટીસ બજેલ ન હોય જેથી હકક કમીની નોંધ રદ કરેલ છે.
ત્યારબાદ ફરીવાર ઉપરોકત જમીનમાંથી હકક કમી કરવા અંગેની નોંધ નં.૩૦૫૧ તા.૦૪/૦૨/૨૦૧૪ માં રજુ થયે લ સોગંદનામાઓની નકલો અમોએ ધ્રોલ મામલતદાર કચેરી ખાતેથી આર.ટી.આઈ. દ્વારા મંગાવતા તેમાં મારા નામનું રૂ. ૨૦/- સ્ટેમ્પ ઉપર થયેલ સોગંદનામુ તા. ૨૭/૦૬/૨૦૧૩ ના રોજ વકીલ મીહીર એન. દવે નોટરી રાજકોટ વાળાએ કરે લ છે જે નોટરી કરેલ સોગંદનામામાં મેં સહી કરેલ નથી કે મે કોઈ અંગુઠો મારેલ નથી. અને આ સોગંદનામા સાથે રજુ થયેલ ચુટણીકાર્ડ નોંધ નં.૨૯૦૭ માં રજુ થયેલ તે જ બોગસ ચુટણીકાર્ડનો ઉપયોગ થયેલ હતો. અને તે સોગંદનામામાં સરનામાઓ બદલાવીને હકક કમી કરવા માટે સોગંદનામુ રજુ કરેલ હતુ અને મારી જેમ મારી બહેનોના પણ ખોટા સોગંદ નામાઓ અને બોગસ ચુટણીકાર્ડ રજુ કરીને હકક કમી કરવા મામલતદાર કચેરી ધ્રોલ ખાતે મોકલી આપેલ હતા. અને આ ૩૦૫૧ હકક કમીની નોંધની ૧૩૫૧૩૫ડી ની નોટીસોની બજવણી થયેલ નહી જેથી આ નોંધ પણ રદ કરવામાં આવેલ છે.
આમ બે વખત અમારા સોગંદનામાં ખોટા ફોટા લગાવી તથા ખોટી સહીઓ કરી તથા ખોટા અંગુઠા લગાવી તથા બોગસ ચુટણીકાર્ડ બનાવી હકક કમીના સોગંદનામાઓ વકીલ મીહીર દવે રહે-રાજકોટ વાળા પાસે નોટરાઇઝ કરાવી ઉપ રોકત તમામના જમીનના હકો અમીતભાઈ મધુસુદનભાઈ ઠકરારની તરફેણમાં જતા કરવા માટે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ખરા તરીકે રજુ કરેલ છે. પરંતુ હક્ક કમીની ૧૩૫૧૩૫ડી ની નોટીસો બજવણી થયેલ નહી જેથી હકક કમીની બંને નોંધો રદ થયેલ હતી. અને હાલ સદરહું જમીનમાં ૭-૧૨, ૮૮૫ માં અમારૂ નામ છે. તેમજ અમારૂ માનવુ છે કે મારા કાકાના દીકરા ભાઇ અમીતભાઈ મધુસુદન ઠકરારે જમીન પોતાના નામે કરી લેવા માટે ઉપરોકત બનાવટી સોગંદનામા ત થા ચુંટણીકાર્ડ મામલતદાર કચેરી ધ્રોલ ખાતે રજુ થયેલ હોય જેથી મારા કાકાના દીકશ અમીતભાઈ મધુસુદન ઠકાર તથા
તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા મારી ફરીયાદ છે. એટલી મારી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી નીચે મારી સહી ક રી આપુ છુ. તેમ ફરીયાદનાં અંતમાં જણાવ્યું છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
