News of Wednesday, 14th August 2024
પોરબંદરના ચિરાગ સોલંકી દિલ્હી સ્વાતંત્ર્યપર્વ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
પોરબંદરનું ગોૈરવ ચિરાગ સોલંકી નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક અને પર્યાવરણ જાગૃતિ સ્વચ્છતા અભિયાન યુવા વિકાસની પ્રવૃતિ કરી રહયા છે.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: આવતીકાલે દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણીમાં પોરબંદરના ચિરાગ સોલંકીને પત્ર દ્વારા વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર સ્વયંસેવક તરીકે તેઓ એમની સેવા આપી છે. ચિરાગ સોલંકી દ્વારા પર્યાવરણ જાગળતિ, સ્વચ્છતા અભિયાન યુવાઓના સર્વાંગી વિકાસ માટે કર્યો કરવામાં આવ્યા છે. એમના દ્વારા યુવાઓનું પંજિકરણ, રમત ગમતને લગતી સ્પર્ધાઓ, સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં અને એમાં ભાગ લેવા માં પોતાનું યોગદાન આપ્યું છે.
મેરી માટી મેરા દેશ કાર્યક્રમ જેમાં સમગ્ર ભારત દેશ ની માટી દિલ્હી ખાતે લઇ જવામાં આવી હતી એમાં ચિરાગ સોલંકી પોરબંદરનું પ્રતિનિધિત્વ કરી પોરબંદર ની માટી દિલ્હી ખાતે લઇ ગયા હતા. ગત વર્ષ ભારત સરકાર દ્વારા માય ભારત પોર્ટલ લોન્ચ કરવા આવ્યું હતું જેમાં સ્વયંસેવકો દ્વારા યુવાઓનું પંજીકરણ કરવામાં આવ્યું હતું. જે પોર્ટલ અંતર્ગત પ્રશિક્ષણ, સમાજ સેવા ને લાગતી પ્રવળતિયો માટે યુવાઓને પ્રોત્સાહિત અને મંચ આપવામાં આવે છે.
ભારતમાંથી યુવાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના પોરબંદરના ચિરાગ જેસંગભાઈ સોલંકીને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આમંત્રણ મળ્યું છે. એમના પરિવારજનો, નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરના સ્વયંસેવક, યુવા મંડળના સદસ્યો અને જિલ્લાના યુવાઓમાં ખુબ ઉત્સાહ અને ગર્વની લાગણી છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
