<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો વિવિધ યોજનાનો લાભ મેળવી શકશે

કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત, ખાનગી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO/FPC), સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવી બાગાયતી પેદાશો માટે શીતસંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ મંજુર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.14 :  જામનગર જિલ્લાના તમામ ખેડુતો ચાલુ વર્ષ 2024- 25 માં રાજ્યના બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પાકના કલસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત, ખાનગી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO/FPC), સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ અને રાજયમાં બાગાયતી પેદાશો માટે શીતસંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ મંજુર કરવામાં આવ્યો છે. તેથી તમામ ખેડૂતો આ નવા કાર્યક્રમનો લાભ મેળવી શકે તે માટે તેમની પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. 

 

તે માટે આઈ-ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈને આગામી તારીખ 11/10/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. તેથી લાભ મેળવવા ઈચ્છુક ખેડુતોએ અત્રે ઓનલાઈન અરજી કરીને જરૂરી સાધનિક કાગળો જેમાં અરજીની પ્રિન્ટ નકલ, પ્રોજેકટ રિપોર્ટ, 7- 12, 8- અ, અનુસૂચિત જાતિ માટે જાતિનો દાખલો, આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ આ તમામ કાગળો તેની સાથે જોડવાના રહેશે.

 

અત્રેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, રૂમ નંબર 48, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે આ તમામ વિગતો પહોંચાડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

 

(9:36 PM IST)