<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ચોમાસુ હજુ પુરૂ થયુ નથી : શ્રાવણ ઉતરતા અને ભાદરવો આખો વરસાદી હેલીની સંભાવના : જન્‍માષ્‍ટમી ટાણે મેઘમહેર?

ટંકારાના હવામાન નિષ્‍ણાંત કિશોરભાઈ ભાડજાનું દાયકાઓ જૂની પરંપરા આધારીત અનુમાન

ટંકારા (જયેશ ભટાસણા દ્વારા) : અગાઉ અકિલા માં જણાવ્‍યા પ્રમાણે ૩ તારીખથી આશિંક ઉધાડ નિકળ્‍યા બાદ શ્રાવણના સરવણિયા સિમીત વિસ્‍તારમાં વરસી રહ્યા છે ત્‍યારે આગામી સૂર્ય નક્ષત્ર મધા ૧૬ ઓગષ્‍ટ શુક્રવારે  ૧૯:૪૫ કલાકે બેસે છે. તેમનું વાહન શિયાળ છે આ નક્ષત્રમાં અડધો ઉત્તરતા સારા વરસાદની શરૂઆત થશે મધા નક્ષત્ર ઉતરતા જન્‍માષ્ટમી ટાંકણે ૨૬ ઓગષ્ટ નજીકમાં વરસાદનો સારો રાઉન્‍ડ આવી શકે છે. ઉભા મોલાતને પાણી જોગ વરસાદ વરસી પડશે. સુર્ય નક્ષત્ર પૂર્વફાલ્‍ગુની તા. ૩૦-૮-૨૦૨૪ બેસે છે તેમનું વાહન ઉંદર છે  ભાદરવા મહિનો બેસતા પૂર્વફાલ્‍ગુની નક્ષત્રમાં તા. ૬ સપ્‍ટેમ્‍બર થી ૧૩ સપ્‍ટેમ્‍બર સુધી ભારે થી અતિભારે વરસાદ થશે અમુક વિસ્‍તારમાં અતિવળષ્ટિ થાય. સૂર્ય નક્ષત્ર ઉત્તર ફાલ્‍ગુની તા. ૧૩ સપ્‍ટેમ્‍બર ને શનિવારે બેસે છે જેનું વાહન હાથી છે તેમાંય ભારે થી અતિભારે વરસાદ થશે અને  સૂર્ય નક્ષત્ર હસ્‍ત (હાથિયો) તા. ૨૬- સપ્‍ટેમ્‍બરને ગુરૂવાર સમય ૨૫:૧૧મિનીટે બેસેશે તેમનું વાહન મોરનું છે ઉત્તર ફાલ્‍ગુની નક્ષત્ર ઉતરતા  અને હાથિયો નક્ષત્ર બેસતા તા. ૨૫/૨૬/૨૭ મા ભારેથી અતિભારે વરસાદ થાય એટલે કે ભાદરવો મહિનો આખો વરસાદ થી ભરપુર છે આ વર્ષે નવરાત્રીમાં વરસાદની શકયતા નહિવત છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે. બાકી બધું કુદરતને આધીન છે. તેમ શ્રી કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા. જીલ્લો મોરબી (મો.૯૫૮૬૫૯૦૬૦૧) જણાવે છે

(4:04 PM IST)