<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

હિંદુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની અંતિમ યાત્રા પહેલા એક લાખ લોકો દર્શન માટે ઉમટયા : ચારેકોર વાહનોની લાઈનો

( ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૪   :સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ ફાની દુનિયા છોડી જતા તેમની દફનવિધિ અસરની નમાઝ બાદ સાંજે ૦૫:૩૦ કલાકે યોજાશે. અંતિમયાત્રામાં આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ સહિત હજારો લોકો જોડાશે. ગઈકાલ રાત્રિથી જ હજારો લોકોનો સમુહ સાવરકુંડલા ખાતે એકત્રિત થઈ રહ્યો છે. અંતિમયાત્રા અકલ્પનિય વિશાળ બની રહેશે તેવુ ચિત્ર દ્રષ્ટીગોચર થઈ રહ્યુ છે. લોકો શોકમગ્ને અશ્રુભીની અંજલી અર્પણ કરી રહ્યા છે. સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફેલાયું છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી વિશાળ અનુયાયીઓ સાવરકુડલા ભણી પહોંચી ગયા છે સાંજે દફનવિધિમાં લાખો લોકો ઉમટી પડ્યા છે. ભીડને કાબૂમાં કરવા માટે સ્વયંસેવકો અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા પડ્યો છે તેમ છતાં પણ મોટી મોટી ભાવિકોની લાઈનો જોવા મળી રહી છે અસંખ્ય વાહનો પણ આવતા વાહનોની લાઈનો લાગી ગઈ છે.

(4:35 PM IST)