<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

મોરબીના નવા ધરમપુર ગામે જુગાર રમતી સાત મહિલા ઝડપાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના નવ ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

     મોરબી તાલુકા પોલિસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સરોજબેન ચંદુભાઈ સાંતોલા, ટીનુંબેન મુકેશભાઈ કણસાગરા, દયાબેન કરશનભાઈ ઉપસરિયા, દક્ષાબેન હિતેશભાઈ સુનરા, માયાબેન નીલેશભાઈ પંચાસરા અને સરોજબેન રાજેશભાઈ ઉપસરિયાને રોકડ રકમ રૂ.800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:18 AM IST)