<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આજે તિરંગાનો દિવ્ય શૃંગાર

કષ્ટભંજન હનુમાનજીના મંદિરે, સોમનાથ મંદિરમાં શિવલિંગ પર, ઉજ્જૈન મહાકાલ મંદિર તથા યાત્રાધામ શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું

સોમનાથઃ  સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આજે તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે પણ આજે લોકોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા.
 બોટાદ જિલ્લામાં આવેલ સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ હતી. આજે આજે સ્વતંત્રતા દિવસને લઈ અહીં હનુમાનજીને તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.
સોમનાથ મહાદેવ મંદીરે પણ આજે 78માં સ્વતંત્રતા દિવસને લઈ ભગવાન ભોળાનાથને તિરંગાની શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરી સોમનાથ મંદિરમાં શિવલિંગ પર તિરંગાનો શણગાર જોવા મળ્યો હતો.
આ સાથે વિશ્વ પ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિર પણ સ્વતંત્રતા પર્વના રંગમાં રંગાયું હતું. વિગતો મુજબ મહાકાલ બાબાને ત્યાં તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.
78માં સ્વતંત્રતા દિવસ ઉજવણી યાત્રાધામ શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું છે. આજે ભગવાન શામળિયાના મંદિરમાં પણ તિરંગાનો શણગાર કરાયો છે. ભગવાનની આસપાસ તેમજ પિછવાઈમાં તિરંગાનો શણગાર કરવામાં આવતા ભક્તોએ ભગવાનના દર્શન સાથે દેશ ભક્તિની અનુભૂતિ કરી હતી.

(11:18 AM IST)