<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જેતપુરમાં જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ધ્‍વજવંદનઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૬:  જુનાગઢ રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ધ્‍વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૮:૩૦ કલાકે કરવામાં આવેલ હતું. તેમા ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ ધ્‍વજવંદન કરેલ. આ પ્રસંગે ડીવાએસપી આર.સે. ડોડીયા, ચીફ ઓફીસર અશ્‍વિનભાઇ ગઢવી, સીટી પીઆઇ. એ.ડી. પરમાર, મામલતદાર સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.

પોલીસ મેડીકલ સ્‍ટાફ, રેવન્‍યુ ડીપાર્ટમેન્‍ટ નગરપાલિકા તંત્રમાં સારી કામગીરી કરનાર ૨૦ લોકોને સન્‍માનપત્ર આપી બીરદાવવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. શહેરની સ્‍કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આગેવાનોના હસ્‍તે વૃક્ષારોપણ કરાયું. દેશ ભકિતના આ કાર્યક્રમમાં શહેરના બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા.

(2:13 PM IST)