<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

બંગાળમાં મહિલા ડોક્ટર દુષ્કર્મ-હત્યાના વિરોધમાં મોરબી IMA ના ડોકટરો હડતાલ કરશે.

મોરબી ખાતે ડોકટરો શનિવારે સવારે ૬ થી તા. ૧૮ ને રવિવારે સવારે ૬ વાગ્યા સુધી હડતાલ પર રહેશે :તમામ હોસ્પિટલ અને કલીનીક પર ઓપીડી, ઓપરેશન જેવી તમામ સેવા બંધ રહેશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : બંગાળમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી હોય જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે જે ઘટનાના વિરોધમાં મોરબી IMA ના ડોકટરો એક દિવસની હડતાલ કરશે

   ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ડોક્ટર દુષ્કર્મ હત્યાના બનાવના વિરોધમાં દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત મોરબી ખાતે ડોકટરો તા. ૧૭ ને શનિવારે સવારે ૬ થી તા. ૧૮ ને રવિવારે સવારે ૬ વાગ્યા સુધી હડતાલ પર રહેશે જેથી તમામ હોસ્પિટલ અને કલીનીક પર ઓપીડી, ઓપરેશન જેવી તમામ સેવા બંધ રહેશે સાથે જ IMA મોરબી બ્રાંચ મહિલા ડોક્ટર સાથે થયેલ અમાનવીય તથા ધ્રુણાસ્પદ અત્યાચારને વખોડી કાઢ્યો છે.

(8:37 PM IST)