<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

લીંબડી અજરામર સંપ્રદાયના જૈનાચાર્યને લંડન બુકમાં સ્થાન સાથે સન્માન અપાયું : લાખો અનુયાયીઓમાં આંનદ છવાયો

સામાજિક સૌહાર્દ,વ્યસન મુક્તિ,જીવદયા, સેવા વૈયાવચ્ચ તેમજ સમાજ જીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક વિચારોના પ્રસાર પ્રચાર કાર્યના યોગદાનની નોંધ લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :  લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂ.શ્રી પ્રકાશચંદ્રજી મ.સા.ને તેમના સામાજિક સૌહાર્દ,વ્યસન મુક્તિ,જીવદયા, સેવા વૈયાવચ્ચ તેમજ સમાજ જીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક વિચારોના પ્રસાર પ્રચાર કાર્યના યોગદાનની નોંધ લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે.

    મૂળ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના અને હાલ વાસણા અમદાવાદ ખાતે ચાતુર્માસાર્થે બિરાજમાન પૂ.શ્રીના જ્ઞાનવૃદ્ધિ,માનવતા,ન્યાયપૂર્ણ શાંતિનો સંદેશ ફેલાવવા બદલ  લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના યુરોપીય સંઘ પ્રમુખ ક્રોએશિયા ગણ રાજ્યના ડો.ઇવાન ગૈસીના અને આંતર રાજ્ય અધ્યક્ષ ડો.અવિનાશ સકુંડે દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં સતત પરિશ્રમ સાથે જ્ઞાનવર્ધન કરવા બદલ સન્માન પત્ર સાથે બિરદાવવામાં આવ્યા હતા.

 પૂ પ્રકાશચન્દ્રજી મ.સા.ને આ અદકેરૂ અને વિશિષ્ઠ બહુમાન પ્રાપ્ત થતા કચ્છ અને બૃહદ કચ્છ તેમજ  ગુજરાત સૌરાષ્ટ્રમાં વસતા તેમના લાખો અનુયાયીઓમાં આનંદની લાગણી સાથે હર્ષ છવાયો છે અને પૂ.શ્રીને આ સન્માન બદલ ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું અજરામર સંપ્રદાય ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્ય સંજય મહેતાએ એક યાદીમાં જણાવ્યું હતું

(9:31 AM IST)