તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 17th August 2024
વિછીયાના રેવાણીયા ગામે વૃધ્ધ દંપતિ પર શેઢા તકરારમાં ભાઇઓનો હુમલો
પોપટભાઇ મકવાણા અને દુધીબેનને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૭: વિછીયાના રેવાણીયા ગામે વૃધ્ધ દંપતિ પર ખેતરના શેઢાની તકરારમાં તેના જ કુટુંબીઓએ ધારીયા, પાઇપથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
રેવાણીયા ગામે રહેતાં પોપટભાઇ નરસીભાઇ મકવાણા (ઉ.વ.૭૦) અને પત્નિ દુધીબેન પોપટભાઇ મકવાણા (ઉ.વ.૬૫) પોતાની વાડીએ હતાં ત્યારે બાજુમાં જ વાડી ધરાવતાં તેના ભાઇઓ સગરામ નરસીભાઇ, વિનુ નરસીભાઇ, ભત્રીજો રમેશ સહિતે મળી પાઇપ, ધારીયાથી હુમલો કરી બંનેને માર મારતાં વિછીયા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોફિકભાઇ સહિતે વિછીયા પોલીસને જાણ કરી હતી. શેઢા તકરાર બાબતે પોતાના પર હુમલો થયાનું પોપટભાઇએ જણાવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
