News of Saturday, 17th August 2024
કલકત્તાની ઘટનાના વિરોધમાં ખંભાળીયામાં ઇન્ડીયન મેડિકલ એસો. દ્વારા એક દિવસની હડતાલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭: કલકત્તામાં ડોકટરથી થયેલ દુષ્કૃત્ય તથા હત્યાના બનાવ અંગે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જામનગરથી આવતા ટ્રેઇનીંગ તબીબોએ હડતાલ પાડી હતી જયારે ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા આજથી કાલ સુધીએક દિવસ તમામ શહેરના તબીબો દ્વારા સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી ચાલુ રાખી ઉગ્ર વિરોધ આ ઘટનાનો કરી પગલાની માંગ કરાઇ છે.
ગઇકાલે ભાજપ મહિલા મોરચા જિલ્લા તાલુકા શહેર દ્વારા પણ રેલી કાઢી બેનરો દ્વારા વિરોધ વ્યકત કરી કાળી પટ્ટી સાથે મમતા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરાયા હતા જેમાં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાલી, નીમીષાબેન નકુમ ભાજપના કાર્યકરો જોડાયા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
