News of Saturday, 17th August 2024
ગોંડલ પાસે ડ્રગ્સ-ગાંજા સાથે પકડાયેલા બંન્ને ટ્રક ડ્રાઇવરોના રીમાન્ડ મંગાયા
અમદાવાદથી લાવી ધોરાજી આવે તે પુર્વે જ રૂરલ એસઓજીએ દબોચી લીધા : ટ્રક સહીત ૧૧.પ૭ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં ડ્રગ્સ-ગાંજા સાથે પકડાયેલ બંન્ને ટ્રક ડ્રાઇવર નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૭: ગોંડલ પાસે ગઇકાલે રૂરલ એસઓજીએ ડ્રગ્સ અને ગાંજાની જથ્થા સાથે ઝડપી લીધેલ ધોરાજીના બંન્ને ટ્રક ડ્રાઇવરોને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે. બંને ટ્રક ડ્રાઇવર ડ્રગ્સ-ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવી ધોરાજી આપે તે પુર્વે જ ગોંડલ પાસે પોલીસે દબોચી લીધા હતા.
ડ્રગ્સ -ગાંજાની હેરાફેરી રોકવા મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના હોય જે અનુસંધાને એસઓજીના ઇન્સ. એફ.એ.પારગી તથા પો.ઇન્સ. મિયાત્રા સ્ટાફ સાથે ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાના એએસઆઇ સંજયભાઇ નિરંજની, પો.કોન્સ. ચિરાગભાઇ કોઠીવાર તથા રઘુભાઇ ઘેડને સંયુકત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે મહમ઼દ રમજાન લાખા તથા રફીકભાઇ હાલા રહે બંને ધોરાજીવાળાઓ પોતાના હવાલા વાળો અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેનના રજી. નં. જીજે ૧૪ ઝેડ ૧૪૩૦ વાળામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખી ધોરાજી તરફ જનાર હોય જે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે ભરૂડી ખાતે વોચ ગોઠવી રેઇડ કરતા ઉપરોકત ટ્રકના કેબીનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગેથી મેફેડ્રોન ડ્રગસ ૧૧.૯પ ગ્રામ કિ. ૧,૧૯,પ૦૦ , વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજો ૪પ૪ ગ્રામની કિંમતન રૂા. ૪,પ૪૦, મોબાઇલ નંગ-ર કિંમત રૂા. ર૦,૦૦૦, રોકડ રકમ રૂા. ૧૩,પ૦૦ તથા અશોક લેલન કંપનીનો ટ્રક નંગ-૧ કિં.રૂા. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ ૧૧.પ૭ લાખનો મુદામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી.
પકડાયેલ ટ્રક ડ્રાઇવર રમજાન યુસુફભાઇ લાખા રે. રસુલપરા ધોરાજી તથા રફીક મહમંદ હાલા રે. જુના ઉપલેટા રોડ નળીયા કોલોની કવાર્ટર નં. બી-૧ર ત્રણ માળીયા ધોરાજીને આજે પોલીસે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.બંન્ને ટ્રક ડ્રાઇવર ડ્રગ્સ-ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવી ધોરાજીમાં વેચતા હોવાનું ખુલ્યું છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એએસઆઇ જયવીરભાઇ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની, અમીતભાઇ કનેરીયા, ઇન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિંહ જાડેજા, પો.કો. વિજયગીરી ગોસ્વામી, શીવરાજભાઇ ખાચર, ચીરાગભાઇ કોઠીવાર, ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા ડ્રા. પો. હેડ કોન્સ. નરશીભાઇ બાવળીયા જોડાયા હતા.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
