News of Sunday, 18th August 2024
પોરબંદરના રાણાવાવમાં જુગાર રમતા 3 ઝડપાયા: 22,900નો મુદ્દામાલ જપ્ત

પોરબંદર: જીલ્લાના રાણાવાવ આશાપુરાચોક લુવારશેરી રહેણાંક મકાનેથી જુગારનો ગણનાપાત્ર કેસ રોકડા રૂા.૨૨,૯૦૦ના મુદામાલ સાથે 3 ને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાંથી પ્રોહી.-જુગારની બદી નેસ્તનામુદ કરવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓને અંકુશમાં લેવાના સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.જી.ચુડાસમાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી આધારે રાણાવાવ આશાપુરાચોક લુવારશેરી વિસ્તારમાંથી જગદીશ દેવજીભાઇ જાદવના રહેણાંક મકાનેથી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમતા જગદીશ દેવજીભાઇ જાદવ કુંભાર ઉ.વ.૫૭ રહે.લુવારશેરી, આશાપુરાચોક, રાણાવાવ જી.પોરબંદર, 2) લાલજીભાઇ વાલજીભાઇ લાખાણી બ્રાહ્મણ ઉ.વ.૫૨ રહે- ગ્રીનસીટી-૧ રાણાવાવ જી.પોરબંદર, ૩) આમદ ઇસ્માઇલ પઢીયાર મુસ્લીમ ઉ.વ.૫૫ રહે- ફકીર ફળીયા રાણાવાવ જી.પોરબંદર સહિત
કુલ-૩ને રોકડ રૂા.૨૨, ૯૦૦ તથા જુગારના સાહિત્ય સાથે જડપી પાડી તમામ સામે જુ.ધા. કલમ ૪,૫ મુજબ ગુન્હો રજી કરાવેલ છે.
આ ત્રણ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ રોકડા રૂપીયા ૨૨,૯૦૦ તથા જુગાર અંગેનુ સાહિત્ય કબ્જે કર્યુ હતુ.
આ કામગીરી પો.સબ.ઇન્સ આર.જી.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. એચ.વી.કાનારા તથા પો.કોન્સ. સરમણ દેવાયતભાઇ, રામાભાઇ નાગાભાઇ, યશપાલસિંહ સામતભાઇ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
