News of Sunday, 18th August 2024
પોરબંદર ઓડદરગામે પાંચ શખ્સો જુગાર રમતા પકડાયા: કુલ 66 હજારનો મુદ્દામાલ જપ્ત
હાર્બર મરીન પોલીસના દરોડા: જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ

પોરબંદર: જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા પોરબંદર જીલ્લામાં શ્રાવણ માસ સબબ પ્રોહી,જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અન્વયે પોરબંર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકેનાઓ તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કોડના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઇન્સ. એસ.ડી.સાળુંકેને બાતમીરાહે હકીકત મળેલ કે, પોરબંદર ઓડદરગામ પોરબંદર થી સોમનાથ જતા રોડ ઉપર આવેલ એસ્સાર પેટ્રોલ પંપના પાછળના ભાગે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) નિરજ કાનજીભાઇ ગોહેલ જાતે-ખારવા (ઉ.વ.૩૪) રહે.બંદર રોડ, વાંદરીચોક,પોરબંદર, (૨) જીગર પ્રેમજીભાઈ જુંગી જાતે-ખારવા (ઉ.વ.૩૩) રહે. વાઘેશ્વરી પ્લોટ જી.પોરબંદર, (૩) મીલન પ્રતાપભાઇ કોટીયા ઉ.વ.૨૫ રહે.અરવિંદનગર, રાવલીયા પ્લોટ, જી.પોરબંદર, (4) પીયુષ મનસુખભાઇ શેરાજી જાતે-ખારવા (ઉ.વ.૪૦) રહે.રામદેવપીરના મંદિર પાસે,ખારવાવાડ, પોરબંદર, (5)રાજ મુકેશભાઇ હોદાર જાતે-ખારવા (ઉ.વ.૨૪) રહે. સાંઇ બાબાની પાછળ,સ્વસ્તિક પ્રોવીઝન સ્ટોર, પોરબંદર સહિત કુલ પાંચ જુગારના સાહિત્ય તથા રોકડા રૂા.૧૪,૬૮૦ તથા વાહન-૦૨ કિ.રૂા. ૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૬૪,૬૮૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા તેઓની સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.
આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.સાળુંકે, તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. જી.આર.ભરડા, તથા પો.કોન્સ. કરશનભાઇ કાનાભાઇ તથા ડ્રા.પો.કોન્સ. રામજીભાઇ વાલજીભાઇ પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
