News of Monday, 19th August 2024
અમરેલીના તરવડા ખાતે ગુરૂકુલની મુલાકાતે મનસુખ માંડવિયા

રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા (અમરેલી )ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા મુલાકાતે આવ્યાં હતાં. સંસ્થા વતીᅠ પૂ. રામકૃષ્ણદાસજી સ્વામીએ પુષ્પહાર પહેરાવી, કુમકુમનો ચાંદલો કરી તેઓનું તથા અન્ય મહાનુભાવોનું સ્વાગત કર્યું. ત્યારબાદ તેઓએ ગુરુકુલમાં ભક્તિભાવપૂર્વક સેવાતી ગાયોનું પૂજન કર્યું.તેમના હસ્તે ગુરુકુલના પ્રાકૃતિક પ્રાંગણમાં વૃક્ષારોપણ થયું. પ્રાર્થનામંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ પૂ. સ્વામીએ રક્ષાસૂત્ર બાંધી આશીર્વાદ પાઠવ્યા, યોજાયેલ કાર્યક્રમમાં વ્યસનમુક્તિ પર ધારદાર પ્રવચન કરનાર વિદ્યાર્થી પીઠડીયા જીલ પર તેઓએ પ્રસન્નતા દર્શાવી હતી. આ પ્રસંગે મા. શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી કૌશીકભાઈ વેકરિયા, તથા અમરેલીના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ તથા ૮૦૦ ઉપરાંત અગ્રણી કાર્યકર્તાઓ તથા ઉપસ્થિત રહ્યા હતા.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
