News of Monday, 19th August 2024
ઘોઘાના દરીયામાં ડૂબી જતા ભાવનગરના યુવાનનું મોત

ભાવનગર તા. ૧૯ : બોર તળાવ ધોણી સોસાયટી ચાંદ મસ્જીદ પાસે રહેતા મોહીયુદીન મેહબુબભાઇ ઉર્ફે રફીકભાઇ મોગલ (ઉ.૧૮) નામનો યુવાન ધોઘા દરીયા પાસે દર વર્ષની પરંપરા મુજબ રક્ષા બંધન બળેવના તહેવાર નિમિતે દરીયા નજીકાં જે લોક મેળો ભરાય છે. તેમાં મરણ જનાર તેના મિત્રો સાથે ચકડોળ ફીટ કરવા માટે આવેલો હતો તે વેળાએ દરીયા નજીકમાં હાથ અને પગ ધોવા માટે જતા અને અકસ્માતે દરીયાના ઉંડા પાણીમાં ડૂબી જતા આ યુવાનનું મોત નિપજયુ હતું.
આ બનાવની ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
