News of Monday, 19th August 2024
શ્રાવણના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને અડધો લાખ ભાવિકો
હર હર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠયું : રક્ષાબંધનને લઈને ભકતોમાં ભારે ભીડ જામી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભોળાનાથને શિશ નમાવવા દેશ વિદેશથી હજારો ભાવિકો ઉમટી પડેલ હતા સવારે ૪ વાગ્યા થી બપોરે ૧૨ વાગ્યા સુધી માં ૫૦ હજાર થી વધારે શિવ ભકતો એ ભોળા નાથ ને શિશ નમાવેલ હતા દર્શન ખુલતા લાંબી લાઈનો લાગેલ હતી જય સોમનાથ, હરહર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠેલ હતુ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ તેમાં ધ્વજા રોહણ,તત્કાલ મહાપુજા,બિલ્વ પુજા, રૂદ્દાઅભિષેક સહીત મહા મળત્યુજય જાપ ની હજારો પુજાવિધીઓ નોંધાયેલ હતી.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભોળાનાથના દર્શન કરવા માટે હજારો શિવ ભકતો કાવડીયાઓ પગપાળા ચાલીને આવતા હોય જેથી જુનાગઢથી ઉના સુધીનો રોડ હર હર મહાદેવના નાદ સાથે ગુંજતો હતો હજારો શિવ ભ કતો પવિત્ર ત્રીવેણી નદીમાં તાાન કરી સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલે તે પહેલા લાંબી લાઈનોમાં ભોળાનાથને શિશ નમાવવા ઉભા હતા.
તા.૧૯/૮ ના ત્રીજા સોમવારે સોમનાથ મંદિર સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલેલ હતું પ્રાંત મહાપુજા પ્રારંભ સવારે ૬ થી ૭, પ્રાત આરતી સવા રે ૭ થી ૭.૧૫, મહામળત્યુજય યજ્ઞ પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે, નુતન ધ્વજા રોહણ સવારે ૮ કલાકે, સવાલક્ષ બીલ્વપુજા પ્રારંભ સવારે ૮ કલાકે, સંકલ્પ તથા પાલખીપુજન તથા યાત્રા સવારે ૯કલાકે, મધ્યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨,મધ્યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ વાગ્યા સુધી માં ૫૦ હજાર થી વધુ શિવભકતોએ શિશ નમાવેલ હતા.
ત્રીજા સોમવારે ગીર સોમનાથ જુનાગઢ જીલ્લા માંથી ૫ હજાર થી વધારે શિવ ભકતો તેમજ કાવડીયા પગપાળા આવતા હોય તેના માટે ઠંડુપાણી ચા કોફી નાસ્તો ફરાળની વ્યવસ્થા અનેક સેવાભાવસંસ્થાઓ દ્વારા હાઈવે ઉપર કરવામાં આવેલ તેમજ પોલીસ, સોમનાથ સીકયુરીટી દ્વારા કડક બંદોબસ્ત જણાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ હતી.વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં ૩૦૦ થી વધુ મંદિરોમાં અનેક શિવ મંદિરોમાં અનેક પુજા વિધી કરવામાં આવશે જેમાં બિલેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, કાશી વિશ્વનાથ, તપેશ્વર, બિરલા મંદિર સુત્રાપાડામાં સુખનાથ મહાદેવ, પ્રાંચી માધવરાજી મંદિર સહીતના મંદિરોમાં શ્રાવણ માસનો ભારે ઉત્સાહ દેખાય રહેલ છે
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
