<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

મોબાઈલ ન આપતાં મિત્રની કરી હતી હત્‍યાઃ ભુજમાં કુવામાંથી મળેલ લાશનો ભેદ ઉકેલી ૩ સગીર સહિત ૪ની અટક

ભુજના બનાવમાં સંડોવાયેલા ત્રણેય સગીરોને રાજકોટ બાળ સરંક્ષણ ગૃહમાં મુકાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૨: ક્રાઇમ સ્‍ટોરી જેવા લાશ મળી આવવાના બનાવમાં પોલીસે ઉકેલેલ ભેદ સમાજ સામે લાલબત્તી સમાન છે. ભુજની રેસ્‍ટોરન્‍ટ માં કામ કરતા દિલ્‍હીનો યુવાન ગુમ થયા બાદ તેની લાશ અવાવરું કુવામાથી મળી આવી હતી. ભુજ બી ડિવિઝન પોલીસે આ બનાવમાં ત્રણ સગીર વાયના આરોપીઓ સાથે ચોથા આરોપી નવાબ જાની નોડેને ઝડપી લીધો છે. ભુજ એરફોર્સના ઠેકેદાર ના પુત્ર રાહુલ લખન મોચી એ નવો ૧૫ હજારનો મોબાઇલ લીધો હતો જે તેના સગીર મિત્રને ગમી જતા માંગ્‍યો હતો. રાહુલે મોબાઈલ આપવાનીના પાડતા ઉશ્‍કેરાયેલા સગીર મિત્ર એ પોતાના અન્‍ય ત્રણ મિત્રો સાથે મળી હત્‍યાનો પ્‍લાન બનાવી રાહુલ ને બોલાવી તેની હત્‍યા કરી લાશ અવાવરું કુવામાં ફેંકી કૂવા આડે બાવળ ની ઝાડીઓ મૂકી દીધી હતી. જોકે, ભુજ બી ડીવીઝન પોલીસે હત્‍યા નો ભેદ ઉકેલી લીધો હતો. ઝડપાયેલ બાળ વયના ત્રણ આરોપીઓ ને રાજકોટ બાળ સરંક્ષણ ગૃહમાં મુકાયા છે. અન્‍ય એક આરોપી નવાબ જાની નોડે ની અટક કરી ભુજ પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:08 AM IST)