<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

મોરબીના ખાનપુરમાં એમપીના વૃધ્‍ધા બીજલીબેનનું સર્પદંશથી મોત

રાજકોટ તા. ૨૨: મોરબીના ખાનપુર ગામે મુકાભાઇની વાડીમાં રહેતાં મુળ મધ્‍યપ્રદેશના વૃધ્‍ધાનું સર્પદંશથી મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ખાનપુર ગામે આવેલી મુકાભાઇની વાડીમાં ચારેક વર્ષથી પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના બીજલીબેન ઝુલસીભાઇ મેરવા (ઉ.વ.૬૦) ૨૦મીએ રાતે ત્રણેક વાગ્‍યે વાડીએ સુતા હતાં ત્‍યારે સાપે દંશ મારતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં ચાર પુત્રી અનખે ત્રણ પુત્ર છે. 

(10:57 AM IST)