<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનમાં વિરપુરના મહિલાને જનાવર કરડયું!

ગોંડલથી વિરપુર જતી વખતે બનાવઃ મનિષાબેન સારવારમાં

 

રાજકોટ તા. ૨૨: ચોમાસાની ઋતુમાં વાડી વગડા અને ક્‍યારેક ઘરમાં ઝેરી જીવજંતુ તેમજ સાપ કરડી જવાની ઘટનાઓ વધી જતી હોય છે. પરંતુ એક બનાવમાંચાલુ ટ્રેનમાં એક મહિલાને પગમાં જનાવર કરડી જતાં સારવાર માટે દાખલ કરવા પડયા છે.

જાણવા મળ્‍યા મુજબ વિરપુર જલારામ ખાતે રહેતાં મનિષાબેન રમેશભાઇ મકવાણા (ઉ.વ.૪૫) પતિ સાથે વાડીમાં મજૂરી કરે છે. ગઇકાલે તે કામ માટે ગોંડલ આવ્‍યા હતાં અને પરત વિરપુર જવા વેરાવળ-રાજકોટ રૂટની લોકલ ટ્રેનમાં સાંજે ગોંડલથી બેઠા હતાં. દરમિયાન ચાલુ ટ્રેને તેમને ડાબા પગે ઝેરી જનાવર કરડી જતાં તબિયત બગડી જતાં સારવાર માટે વિરપુર અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ કેતનભાઇ નીકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા અને ધર્મેન્‍દ્રભાઇ હુદડએ રેલ્‍વે પોલીસને જાણ કરી હતી.

(10:57 AM IST)