<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

અકસ્‍માત કેસમાં વાહનના કબજેદાર જસદણ ભાજપના પૂર્વ નગરસેવક વિરૂધ્‍ધ ફરીયાદ દાખલઃ ટ્રીબ્‍યુનલનો આદેશ

મિલ્‍કત જપ્‍તિ અંગેની કાર્યવાહી ચાલતી હોય બાંહેધરીનો ભંગ કરતા કોર્ટના રજીસ્‍ટ્રરને ફરીયાદ કરવાનો ટ્રીબ્‍યુનલે હુકમ કર્યો

રાજકોટ તા. રર :.   અકસ્‍માતના કેસમાં વાહનના કબજેદાર સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવા કોર્ટના રજીસ્‍ટ્રારને ટ્રીબ્‍યુનલે હુકમ કર્યો હતો.

(૧) ૨૦૧૩ની સાલમાં રાજકોટમાં દુધની ડેરી પાસે, અતુલ શક્‍તિ રીક્ષા નં. જી.જે.૦૯.વાય.૭૨૩

અને મોટર કાર નં. જી.જે.૧૧.એસ.૯૧૭૧ વચ્‍ચે અકસ્‍માત થયેલ જેમાં મોટરકારનો ઈન્‍સ્‍યોરન્‍સ ન હતો અને તે સમયે અકસ્‍માતમાં સંડોવાયેલ વાહન અતુલ શકિત રીક્ષામાં પેસેન્‍જર તરીકે બેઠેલા સુરેશભાઈ કરશનભાઈ ચાંઉ નું ગંભીર ઈજાઓને કારણે મળત્‍યુ પામેલ અને તેમના વારસદારોએ રાજકોટ મોટર એકસીડન્‍ટ કલેઈમ ટ્રીબ્‍યુનલમાં કલેઈમ કેસ કરી વળતર મેળવવા માટે કલેઈમ કેસ દાખલ કરેલ જેમાં રૂ&. ૩૦,૫૮,૬૧૬/- જે વાર્ષિક ૯ ટકા વ્‍યાજ સાથે રૂા. ૫૫,૪૬,૦૯૪/- ચુકવવાનો હુકમ  કોર્ટ ધ્‍વારા કરવામાં આવેલ અને આ રકમ વાહનના કબજેદાર અને માલીક સામે સંયુક્‍ત અને વિભક્‍ત રીતે રકમ જમા કરાવવા માટે હુકમ કરવામાં આવેલ હતો.

(૨) ઉપરોકત કામમાં કલેઈમ કેસના સામાવાળાઓ માલીક તથા કબજેદાર ઘ્‍વારા કોર્ટના હુકમ મુજબની રકમ અરજદારને ચુકવેલ નહી કે,  કોર્ટ માં જમા કરાવેલ નહી જેથી ગુજરનારના વારસદારો દ્વારા કોર્ટના હુકમ મુજબની વસુલી માટે દરખાસ્‍ત નં. ૧૦૭/૨૦૨૨ થી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને જે કામમાં સામાવાળા નં. ૧ મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી રહે. જસદણ વાળા હાજર થયેલ. દરખાસ્‍તના કામમાં અરજદાર દ્વારા સામાવાળા નં.૧ મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીની મીલ્‍કત-ખેતીની જમીન ટાંચમાં લેવાની અરજી કરવામાં આવેલ તેમજ તે મિલ્‍કત અન્‍ય કોઈ વ્‍યકિતને વેચાણ ન કરી શકે કે કોઈના નામે તબદીલ ન કરી શકે તે અંગે અરજી આપવામાં આવેલ અને આ અરજી સામે મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીએ ચાલુ કેસ દરમ્‍યાન પોતાની મિલ્‍કત વેચાણ કે ટ્રાન્‍સફર કરશે નહી તેવી બાંહેધરી કોર્ટ સમક્ષ આપેલ હતી. આમ છતાં મિલ્‍કતની તબદીલી કરતાં તેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત થઇ હતી. આ કામના સામાવાળા ભીખાભાઇ ભાજપના આગેવાન છે. અને જસદણ નગરપાલીકાના પૂર્વ નગર સેવક હોવાનું જાણવા મળે છે.

 ઉપરોક્‍ત ફરીયાદને ધ્‍યાને લઈ  ટ્રીબ્‍યુનલએ ખાસ નોંધ લેધેલ કે, સામાવાળા નં.૧ મીઠાભાઈ છાયાણી એ પોતે જાણતા હોવા છતા કે તેમના સામે હુકમ થયેલ છે અને પોતે કોર્ટમાં મિલ્‍કત ટ્રાન્‍સફર નહી કરે તેવી બાહેંધરી આપેલ છે. છતાં તેમની મિલ્‍કત તબદીલ કરતા

 ટ્રીબ્‍યુનલ ધ્‍વારા કલેકટરને ઈસ્‍યુ કરવામાં આવેલ રિકવરી સર્ટીફીકેટની અમલવારી ન થવા દેવા માટે પોતાની મિલ્‍કત ટ્રાન્‍સફર કરેલ છે અને ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબની રકમ અરજદારોને નહી ચુકવી ભારતીય દંડ સહીતાની કલમ ૨૦૬, ૨૦૭, ૧૨૦(બી) વી. હેઠળના શીક્ષા પાત્ર ગુન્‍હાઓ મુજબનો ગુન્‍હો કરેલ હોવાનું જણાય આવતુ હોય, જેથી  ડીસ્‍ટ્રીકટ કોર્ટના રજીસ્‍ટ્રારને કલેઈમ કેસ નં. ૮૯૫/૨૦૧૩ના સામાવાળા નં.૧મીઠાભાઈ છાયાણી વિરૂધ્‍ધ આઈ.પી.સી કલમ ૨૦૬, ૨૦૭, ૧૨૦(બી) મુજબના ગુનાની ધોરણસરની ફરીયાદ રજીસ્‍ટર કરાવવી અને તે અંગેનો રીપોર્ટ  કોર્ટ ને કરવો તેવો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર વતી એડવોકેટ શ્રી અજય કે. જોષી તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલા હતા.

(11:52 AM IST)