News of Thursday, 22nd August 2024
વાંકાનેર પંથકમાં જુગારની ૨ કલબ સહિત ચાર સ્થળે દરોડા : ૨૭ પત્તા પ્રેમી પકડાયા
ગોડાઉનમાં જુગાર રમતા મોરબીના ૫, અગાભી પીપળીયા ગામે ૧૨, કોટડા નાયાણી ગામે ૭ અને મોટા ભોજપરા ગામે જુગાર રમતા ૩ પકડાયા

તસ્વીરમાં અગાભી પીપળીયા ગામે અને કોટડા નાયાણી ગામે જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા - વાંકાનેર)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : વાંકાનેર પંથકમાં જુગારના ૪ દરોડામાં ૨૭ પત્તાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતા.
પ્રથમ દરોડામાં વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ઇમ્પેરીયલ્સ હોટલની બાજુમાં સેનીટેક સેનીટરીવેર(રાધે આર્ટસ) ના ગોડાઉનમાં મોરબીનો આરોપી રાજેશ જીવરાજભાઇ મેંદપરા જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરા, ચંદ્રકાંત બચુભાઇ સાદરીયા, દીપ્તેશ જગજીવનભાઇ વામજા, વાસુદેવ મગનભાઇ ગઢીયા અને રસીક ચતુરભાઇ ઘેટીયા રહે. તમામ મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૬,૦૪,૫૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે અગાભી પીપળીયા ગામની બોળીયા સીમમાં આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા પોતાની વાડીની ઓરડીમાં માં જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, કૃષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા, ગૌરવ નરોત્તમભાઇ રાજગોર, રૂષભ પ્રવીણભાઇ પાનસુરીયા, રાજેશ બચુભાઇ કાસુન્દ્રા, સામત પાલાભાઇ બાળા, ઇસ્માઇલ જીવાભાઇ વકાલીયા, વીજય ભગવાનભાઇ ભાણીયા, રાહીલ ગોવીંદભાઇ ભાણીયા, જયેશ હીરજીભાઇ પેઢડીયા, ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા અને હરેશભાઇ ઉર્ફે હકાભાઇ ચતુરભાઇ કલોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૪,૮૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧૧ કિંમત રૂપિયા ૩૯,૫૦૦ તેમજ ઇકો કાર કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ સહિત કુલ રૂપિયા ૬,૬૯,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે કોટડા નાયાણી ગામે રામદેવપીરના મંદીર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સતા કડવાભાઇ વરૂ, પરાક્રમસિંહ હાલુભા જાડેજા, યાકુબભાઇ બોદુભાઇ કાતીયાર, કાળુભાઇ દેવજીભાઇ રાઠોડ, કીરીટસિંહ પ્રવીણસિંહ જાડેજા, પ્રકાશભાઇ હશુભાઇ ધ્રાંગધરીયા અને રમજાનભાઇ અભરામભાઇ ઠેબાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૨૭,૪૦૦ કબ્જે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જયારે ચોથા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમા જુગાર રમી રહેલા આરોપી ઉમેશભાઇ રમેશભાઇ ચૌહાણ, ધરમશીભાઇ છનાભાઇ વિંજવાડીયા અને રજનીકભાઇ રાજેશભાઇ વિંજવાડીયાને તીનપતીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૧,૭૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
