<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

જામનગરના સાહિત્‍યકાર-વિવેચક લાભુદાદા આધ્‍યાત્‍મિક અને ભજનાનંદી હતા

પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીનઃ અંતિમયાત્રામાં લોકો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨: સ્‍પષ્ટ અને સત્‍ય વક્‍તા જેને પંડિત ની પદવી આપીએ તો પણ ઓછી છે એવા લાભશંકર પુરોહિતે ગઈકાલે ૯૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો જેને પૂજય મોરારીબાપુ એ ગઈકાલે ઇન્‍ડોનેશિયાની રામકથા ની વ્‍યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપેલ તેવા લાભશંકર પુરોહિતની ગઈકાલે સવારે ૧૦ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન પટેલ કોલોની એથી નીકળેલ હતી ભૂતકાળમાં જામનગરમાં સીતારામ પરિવાર નામે સંસ્‍થા ચાલુ હતી તે બાદમાં પૂજય મોરારીબાપુ એ ગ્રુપ ઊભું કરવાની ના પાડી બંધ કરાવેલ તેમાં પણ તેનો સિંહ ફાળો હતો કથાકાર મિલન જોડીયા ખાતે જેટલા યોજાયા તેમાં તેની મહત્‍વની ભૂમિકા રહી હતી અને તેને ગીતામંદિર જોડિયા ખાતે અનન્‍ય લાગણી હતી જેને પૂજય મોરારીબાપુ યાદ કરે એવા લાભશંકર પુરોહિત ગઈકાલે ગૌલોક પામ્‍યા હતા તેની સ્‍મશાન યાત્રા માં અનેક લોકો જોડાયા હતા તે કર્મે અધ્‍યાપક હતા પરંતુ એક શબ્‍દમાં કહીએ તો તે આધ્‍યાત્‍મિક અને ભજનાનંદી પણ હતા

જય વસાવડા

‘દીપ પ્રાગટ્‍ય કોઈ શાષાોક્‍ત વિધિ નથી. જૂના જમાનામાં રાતના નાટક સંગીતના કાર્યક્રમો હોય તો આમે પ્રગટાવવો પડે અજવાળા માટે. બાકી પ્રવચનો કે અન્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ કોઈ પૂજા નથી. ધકેલ પંચા દોઢસોની જેમ આ રિવાજ આપણે ત્‍યાં દરેક કાર્યક્રમોમાં દેખાદેખીમાં રૂઢ બની ગયો છે. લોકો ફૂલ લાઇટ્‍સવાળા વેન્‍યુ કે એસી હોલમાં પણ ધરાર કરે છે ને પાછા એના શ્‍લોક પણ બોલે છે. આ ચેટક છે. પણ કોણ બંધ કરાવે ?'

આવા જલદ લાગે એવા સ્‍પષ્ટ સત્‍યથી ચમકતા શબ્‍દો કોઈ રેશનાલિસ્‍ટના નહી, પણ પ્રકાંડ પંડિત લાભશંકર પુરોહિતના હતા. મારો એક ફોટો જોઈને એમણે કોલ કરીને કહેલું. પંડિત એવા કે વેદની ઋચાનો પાઠ કરવો હોય તો પેંટને બદલે ધોતિયું પહેરે ! આમ કર્મનિષ્ઠ અધ્‍યાપક. મારી મમ્‍મીના ગામ દેવડા સાથે નાતો. મારી માને એમણે ભણાવેલી એટલે એને યાદ કરીને વિશેષ સ્‍નેહ રાખતા. આ ભૂતકાળ એટલે કે ૯૨ વર્ષનું દીર્ઘ આયુષ્‍ય ભોગવી લાભુદાદા વિદાય લઈ ગયા આજે. જ્ઞાનનું એક અક્ષયપાત્ર ગુજરાતે ગુમાવ્‍યું. પણ આપણને હજુ અસલ વિદ્વાનોની કદર નથી.ᅠ

વ્‍યક્‍તિગત તો મોટી ખોટ પડી. સ્‍વસ્‍થ હતા ને કોલ કરે ત્‍યારે સહેજે કલાક વાત થાય. કેટકેટલું એમને કંઠસ્‍થ. એક લેખ મારો વાંચ્‍યો હોય ને રાજી થાય એટલે દેવતાઓ પુષ્‍પવૃષ્ટિ કરે એમ કેટલીય સંદર્ભોની વિગતોનો ઢગલો કરી દે. સંસ્‍કૃતના ધુરંધર ને અંગ્રેજી તો એવું ફાંકડું કે શેકસપિયર આખો વાંચી કાઢેલો ! લોકસાહિત્‍યના દૂહાથી લઈને સુરેશ જોશી જેવા આધુનિક ગુજરાતી સાહિત્‍યકારો સુધી એમની અભ્‍યાસપૂર્ણ પક્કડ. પ્રિય બાપુ એટલે એમની લોકવિદ્યાથી શ્‍લોકવિદ્યા સુધીની ધીંગી રેંજને પોંખે. હંમેશ મુજબ કોઈ વિશ્વવિદ્યાલય જેવું ને જેટલું કામ બાપુએ કરી એમની વિદ્વત્તાનું પોષક સીંચન કરેલું.ᅠ

લાભુદાદા બીમાર હતા એમાં સંપર્ક ના રહ્યો ને એમની તબિયત વિષે અમેરિકા હતો ત્‍યારે જાણ્‍યું. પરત આવ્‍યો ત્‍યાં આ સમાચાર મળ્‍યા. આ પુરોહિત તો પૂર્ણમાં જ વિલીન થયા હશે. બાકી તપસ્‍વીની જેમ ઉપર પણ દરબાર ગજાવી દે ! ગુજરાતના ખજાને એક મહામૂલું રતન ઓછું થયું. વિદાય વંદન. તેમ લેખક જય વસાવડાએ જણાવ્‍યું છે.

કૌશિક મહેતા

લાભુદાદા ...લાભશંકર પુરોહિત સાથે ખાસ્‍સો સંબંધ રહ્યો. મારું પહેલું પુસ્‍તક નરેન્‍દ્ર મોદી જૈસા કોઈ નહિ...ના વિમોચન સમારંભમાં દેવિપ્રસાદજી મહારાજ અને લાભુ દાદા હતા. એને એમણે ત્‍યારે રાજકારણ - ટિપ્‍પણી કરેલી એ રસપ્રદ હતા. ફૂલછાબ તંત્રી રહ્યો ત્‍યારે રાજકારણ પર બેધડક લખતો તો ઘણીવાર ફોન આવે ને દાદા કહેતા કે,ધ્‍યાન રાખજે, આજના રાજકારણીઓનો ભરોસો કરવા જેવો નથી. એમનો ફોન આવે ત્‍યારે લાંબી વાત થાય અને ઘણું જાણવા મળે. કેટલાક પુસ્‍તકોના રેફરન્‍સ આપે અને વાંચવાં આગ્રહ કરે ... એમણે કોલમ લખવા બહુ આગ્રહ કર્યો પણ ના માન્‍યા તે ના માન્‍યા. એમણે લખ્‍યું કેમ ઓછું? એ પ્રશ્ન સતાવતો રહ્યો. એમના પાસેથી ઘનું બધું મળી શક્‍યું હોત...ના મળ્‍યું, ના મેળવી શકાયું. એમના કામની કદર કરવામાં પણ કદાચ આપણે મોડા પડ્‍યા ..આજે એમના વિશે ડો. નિરંજન રાજયુગુરું અને ડો. મનોજ રાવલ સાથે વાત થઈ. તેમ કૌશિક મહેતાએ જણાવ્‍યું છે.

(1:30 PM IST)