News of Thursday, 22nd August 2024
કલકતાની ઘટનાના વિરોધમાં ખંભાળીયામાં તબીબો દ્વારા કેન્ડલ માર્ચ : કડક પગલાની માંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૨ : ગઇકાલે તબીબો દ્વારા કેન્ડલ માર્ચ કાઢીને કલકતામાં મહિલા તબીબ પરના અત્યાચારોનો વિરોધ કરીને કડક પગલાની માંગ કરવામાં આવી હતી.
વિશાળ સંખ્યામાં ખંભાળીયાના તબીબો આઇ.એમ.એ. પ્રમુખ ડો. નીરવ મંગીયા, ઉપપ્રમુખ ડો. ચંદ્રકાંત જાદવ સાથે જોડાયા હતા તથા મોટી સંખ્યામાં મહિલા મંડળના બહેનો પણ સતાવાળાઓ હત્યારાઓને કયાં સુધી છાવરશે? હત્યારાને ફાંસી આપો. આ જધન્ય અપરાધ સરકારી હોસ્પીટલમાં થયો છે. હું ડોકટર છું તે મહિલા તમારી દીકરી છેના બેનરો સાથે મહીલા મંડળના કાર્યકરો, મહીલા પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પીઢ ડો. ઓમપ્રકાશ શ્રાંંખલા, ડો. પડીયા, લાયન્સના પુર્વ ગર્વનર ધીરેન બદીયાણી, પરબતભાઇ ગઢવી, હસુભાઇ ધોળકીયા, નીમીષાબેન નકુમ, ઇન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઇ કાનાણી સહીત જોડાયા હતા તથા વી વોન્ટ જસ્ટીસના નારા લગાડાયા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
