તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 22nd August 2024
નરસિંહ મહેતાએ ઇ.સ.૧૪૫૨માં માતા દયાકુંવરબેનનું સિધ્ધપુર ખાતે શ્રાધ્ધ કરેલ

રાજકોટ તા.૨૨: ભકત કવિ નરસિંહ મહેતા પોતાની કૃષ્ણભકિત અને ભજનો થકી આજે ૬૦૦ વર્ષ પછી પણ લોકマદયમાં બિરાજમાન છે. ત્યારે નરસૈયાએ વિક્રમ સંવત ૧૫૦૮ (ઇ.સ.૧૪૫૨)માં સિધ્ધપુર ખાતે માતા દયાકુંવરબેનની શ્રાધ્ધ વિધિ કરી હતી. ત્યારના પુરાવારૂપે આજે ૬૦૦ વર્ષ પછી પણ તે ચોપડાઓ મુળ સ્વરૂપે સચવાયેલા છે. ત્યારના સમયના લખાણની શાહી તથા કાગળ પણ ખુબ જ સારી સ્થિતિમાં છે. ચોપડામાં મહેતા પરિવારના સભ્યો જે સિધ્ધપુરમાં શ્રાધ્ધવેળાએ ઉપસ્થિત હતા તેમના નામ સહિત નોંધ છે. જયારે નિચેની તરફ નરસિંહ મહેતાની સહી તથા અંગુઠો પણ ચોપડામાં દ્રષ્ટિગોચર થાય છે. (કર્ટસીઃ દેશના સુપ્રસિધ્ધ આર્કીટેક સુરેશભાઇ સંઘવી, રાજકોટ મો.૯૯૨૫૦ ૦૯૯૬૬)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
