<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

ધ્રાંગધ્રાનો શખ્‍સ બંદૂક સાથે ઝબ્‍બે

વઢવાણ,તા. ૨૩: સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી.ના પીઆઇ એચ.જે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ એ.ડી.ઝાલા, અનિરૂધ્‍ધસિંહ ભરતસિંહ ઝાલા તથા બળદેવસંગ અમરસંગનાઓને પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી હકિકત મળી હતી કે, ધ્રાંગધ્રા કસ્‍બાશેરી ખાતે રહેતો સિકન્‍દરભાઈ અબ્‍દુલભાઇ મંડલી પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખે છે અને પાટડીના રાજપરથી છાબલી જવાના જુના રસ્‍તેથી ખારીયુ તલાવડુ પાસેથીથી નીકળનાર છે.

જે બાતમી આધારે વોચમાં રહેતા ચાલતો ચાલતો હાથમાં હથીયાર રાખી આવતા સદરહુ ઈસમ દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝલલોડ બંદુક કિ.રૂા. ૨૫૦૦વાળી સાથે મળી આવતા આરોપી વિરુધ્‍ધ બજાણા પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી.ના આ દરોડામાં પીઆઇ એચ.જે.ભટ્ટ, પીએસઆઇ એન.એ.રાયમા, અરવિંદસિંહ દિલુભા ઝાલા, અનિરૂધ્‍ધસિંહ ભરતસિંહ ઝાલા, બળદેવસંગ અમરસંગ, મહાવીરસિંહ જોરુભાઇ અને અશ્વીનભાઇ કરશનભાઇ સહિતનો પોલીસ સ્‍ટાફ સાથે હાજર હતો.

(10:19 AM IST)