<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

હળવદના વૃધ્‍ધ ઉપર મોરબીમાં ઉલટી કરી ૨૦ હજાર તફડાવી લેનાર રાજકોટના બે આરોપી ઝડપાયા

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૨૩: ગત તા.૨૭ જુલાઈના રોજ મોરબીની પોસ્‍ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદ મા રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉ.૭૯ રિક્ષામાં બેસીને જતા હતા ત્‍યારે રિક્ષામાં બેઠેલા પેસેન્‍જરે ઉલ્‍ટી કરવાને બહાને વૃદ્ધના ખિસ્‍સામાંથી રોકડા રૂપિયા ૨૦ હજાર સેરવી લેતા બનાવ અંગેᅠ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્‍યા રિક્ષાચાલક તેમજ અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ ફરિયાદ નોંઘી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ બાતમીને આધારે પોલીસે રાજપર ચોકડી નજીકથી આરોપી સાગર ઉર્ફે બાડો મનસુખ અબાસણીયા રહે.રાજકોટ, હુડકો ચોકડી અને અનિલ પ્રવીણભાઈ રાઠોડ રહે.ભગવતીપરા, રાજકોટ વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા બન્ને આરોપીઓએ ગુન્‍હાને અંજામ આપ્‍યાની કબૂલાત આપતા આરોપીઓ પાસેથી પોલીસે ૨૦ હજાર રોકડા અને ૫૦ હજારની કિંમતની રીક્ષા કબ્‍જે કરી હતી. નોંધનીય છે કે, આરોપી સાગર અગાઉ જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા અને શાપરમાં અનેક ગુન્‍હામા પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે અને આરોપી પ્રવીણ પણ રાજકોટમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

(10:20 AM IST)