<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

સોમવારે દ્વારકામાં સ્વામી નારાયણ મંદિર પાછળ નગરપાલિકા મેદાન ખાતે ઉજવાશે દ્વારકા ઉત્સવ

લોકગાયક અરવિંદ વેગડા દ્વારા લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર સુખદેવભાઇ ગઢવી તથા કલાકાર માલદેભાઇ આહિર, કસુંબલ કલાવૃંદ-ઉપલેટા દ્વારા દ્વારકાનો નાથ સિનેમેટીક મેગા નાટક પ્રસ્તુત કરાશે

દેવભૂમિ દ્વારકા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશ્નર,યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત દ્વારકા ઉત્સવ તા. ૨૬/૦૮/૨૦૨૪ના રોજ સ્વામી નારાયણ મંદિર પાછળ નગરપાલિકા મેદાન-દ્વારકા ખાતે યોજાશે. જેમાં કલાકાર તરીકે લોકગાયક અરવિંદ વેગડા દ્વારા લોકડાયરો તથા કૃષ્ણગીતો, લોકસાહિત્યકાર અને હાસ્યકલાકાર સુખદેવભાઇ ગઢવી દ્વારા હાસ્યની રમજટ બોલાવવામાં આવશે તથા કલાકાર માલદેભાઇ આહિર, કસુંબલ કલાવૃંદ-ઉપલેટા દ્વારા દ્વારકાનો નાથ સિનેમેટીક મેગા નાટક દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(12:13 AM IST)