News of Saturday, 24th August 2024
ગોંડલ કોલેજ ચોકમાં લોકમેળો આજથી શરૂ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૪: જન્માષ્ટમી પર્વ નિમિત્તે સંગ્રામજી હાઈસ્કૂલ ના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળો
રાજ્યનાં કેબિનેટ મંત્રી અને જીલ્લા પ્રભારી રાઘવજી પટેલનાં હસ્તે મેળો ખુલ્લો મુકાશે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સહીત ઉપસ્થિત રહેનાર છે.
અંદાજે ૫ એકરના મેદાનમાં તા. ૩૦ સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના ૩૦ હજારથી વધુ લોકો મેળાની મજા માણવા આવશે.
સાત દિવસ દરમ્યાન ૨.૫ લાખ થી વધુ લોકો લોકમેળા ની મજા માળશે તેવો અંદાજ છે.જેમાં વિવિધ રાઇડ્સ અને સ્ટોલસ ઉભા કરાયાછે. મેળામાં એક વિશાળ ૪૦×૩૦ નો સ્ટેજ પણ તૈયાર કરાયો છે. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે રાત્રી ના ૧૨ વાગ્યે મટકી ફોડ નો કાર્યક્રમ પણ યોજાશે.
લોકમેળામાં ૨ ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, ૩ કોલંબસ (નાવડી), ૩ મોટા ઝુલા (ફઝર ફાળકા), સલામ્બો, ડ્રેગન ટ્રેન સહિત નાના બાળકો માટે ૨૫ થી વધુ રાઈડ્સ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડ્સો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં ૧૦૦ થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ ઉભા કરાયા છે. સાત દિવસ યોજાનાર લોકમેળા દરમ્યાન ૨.૫ લાખથી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે.જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
