News of Saturday, 24th August 2024
મહુવાના નેસવડ ગામમાં પેટ્રોલપંપના માલિક ઉપર સ્કૂલ બસના ચાલકો સહિત પાંચ શખ્સનો હૂમલો

ભાવનગર,તા. ૨૪: મહુવામાં આવેલ કાપડિયા નગર, બેબીલેન્ડ સ્કૂલની બાજુમાં રહેતા અને નેસવડ ગામમાં પેટ્રોલ પંપ ધરાવતા વિનયભાઈ કનુભાઈ ખોડીફાડે મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, નેસવડ ગામમાં આવેલ પાઠશાળા કિડઝી સ્કૂલની ચાર બસમાં તેમના પેટ્રોલ પમ્પ ખાતે ડીઝલ પુરી દેવામાં આવતું હોય,ગઈકાલે તેઓ શાળાએ ચેક લેવા માટે ગયા ત્યારે શાળાના આચાર્યે ડીઝલ ઓછું આવતું હોવાનું જણાવ્યું હતું અને બસના ચાલકોને બોલાવતા તેમણે પણ ડીઝલ ઓછું આવતું હોવાનું કહેતા તેમણે પેટ્રોલ પમ્પ પર ચેક કરી જવા જણાવી ચેક લઈને પેટ્રોલ પમ્પ પરત ગયા હતા.
દરમિયાન બપોરના સમયે તેઓ પેટ્રોલ પમ્પ પર હાજર હતા ત્યારે સ્કૂલની બસના ચાર ડ્રાઇવર અને એક અજાણ્યો શખ્સ તેમના પેટ્રોલ પમ્પ પર આવ્યા હતા અને લાકડાનો ધોકો અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે મહુવા પોલીસે સ્કૂલબસના ડ્રાઈવર સહિત પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
