News of Saturday, 24th August 2024
કચ્છના પાન્ધ્રો ગામે વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ કરી ૩ લાખનો દંડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૪: લખપત તાલુકાના પાન્ધ્રો ગામે આવેલી પાન્ધ્રો-૩ની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર ધર્મેન્દ્ર બી. રાઠોડની દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દુકાનની તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો.
વધુ કાર્યવાહી કરતાં રૂ.૫૦૦૦ ડિપોઝીટ રાજયસાત કરવામાં આવી તથા રૂા. ૩,૩૫,૪૭૨નો દંડ કરવામાં આવ્યો તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
