News of Saturday, 24th August 2024
કાલાવાડના નવાગામમાં બાલકૃષ્ણ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી

કાલાવડઃ તાલુકાના નવાગામમાં આવેલી બાલકળષ્ણ વિદ્યાલયમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ગોવાળીયા તથા વિધાર્થીનીઓ ગોપી બનીને મટકી ફોડવામાં આવી હતી. નંદ ધૈર આનંદ ભૈયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલખી જય કનૈયાલાલ કી અને ગોપી સંગે ગોવાળીયા રાસ રમી ને ગોકુળીય વાતાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક પરેશભાઈ પાગડાર તથા સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ હતી. ત્યાર પછી સમગ્ર શાળા પરીવાર તરફથી સાતમ આઠમના પવિત્ર તહેવારની શુભેચ્છા આપી. (તસ્વીરઃ અહેવાલઃ- હર્ષલ ખંધેડિયા)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
