<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ભાવનગર મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમની ઉજવણી કરાશે

ભાવનગર તા. ર૪ :.. શીતળા સાતમ મહોત્‍સવ સેવા સમિતિ ભાવનગર દ્વારા ઘોઘા રોડ ખાતેના મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવામાં આવશે જેમાં ભાતીગળ લોકમેળો તેમજ માતાજીના દર્શન આવતા ધર્મપ્રેમી ભાઇ-બહેનોની વ્‍યવસ્‍થા માટે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે. જેમાં સાતમના દિવસે આખો દિવસ લોકોની સેવામાં સમિતિના પ્રમુખ ઉદય મકવાણા, ઉપપ્રમુખ ભરત મોણપરા, મંત્રી સાજણભાઇ સાટીયા, અનિલસિંહ ગોહીલ, જગજીવન યાદવ, દીનુબેન બારૈયા, મોહનભાઇ પટેલ, હરેશભાઇ દીદોરા, ચંદુભાઇ મેરૂ, શંકર મકવાણા તથા મંદિરનાં મહંતશ્રી તથા અનંત ભટ્ટ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે

(11:59 AM IST)