News of Saturday, 24th August 2024
જેતપુરમાં સીટી કાઉન્સીલ આયોજીત લોકમેળો
તમામ સુવિધાઓ સાથે ૬ દિવસ લોકો મનોરંજન માણશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૪: શહેરની સેવાકીય સંસ્થા સીટી કાઉન્સીલ દ્વારા તા. ર૪ થી ર૯ છ દિવસ સુધી જીમખાના મેદાન ખાતે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળાનું લોકાર્પણ આજ રોજ સાંજે ૭ કલાકે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવશે. મેળામાં પ્રો.કન્સલ્ટન જેન્તીભાઇ રામોલીયા, પ્રવીણભાઇ ગજેરા, અરવિંદભાઇ વોરા, વસંતભાઇ પટેલ, પ્રવીણભાઇ નંદાણીયા, રજનીભાઇ દોંગા, મનહરભાઇ વ્યાસના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ. એસઓપી મુજબ રાઇડઝ ગોઠવવામાં આવી છે. તેમજ ફાયર સેફટીના નિયમો મુજબનું આયોજન કરાયું છે. દરરોજ રાત્રીના મ્યુઝીકલ પ્રોગ્રામ તેમજ તા.ર૬ના રોજ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. જેમાં નંદગૌશાળા તેમજ કાનગોપીનું આયોજન કરાવ્યું છે. મેળાની તૈયારીમાં આખરી ઓપ અપાયો હતો. જેમાં સરકારી ગાઇડ લાઇન મુજબ મેળામાં વિકટ પરિસ્થિતિ સર્જાય તો ફાયર ફાઇટર કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. મેળાને સફળ બનાવવા પ્રમુખ ચંદ્રેશભાઇ ધડુક, સેક્રેટરી વિનોદભાઇ સિધ્ધપરા, પ્રો.ચેરમેન યોગેશભાઇ શીંગાળા, કૈલાશભાઇ વૈષ્ણવ, મનીષભાઇ પંડયા, ભાવેશભાઇ વઘાસીયા, રાકેશભાઇ ઠુંમર તેમજ યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
