News of Saturday, 24th August 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં વાલી મંડળ વિભાગમાં સૌરાષ્ટ્ર ઝોનના અશોક રામ દાવેદાર
૯ બેઠકોની ચૂંટણી : ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૨જી સપ્ટેમ્બર : મતદાન ૨૪ સપ્ટેમ્બરે યોજાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની ૯ બેઠકની સામાન્ય ચૂંટણી તા.૨૪-૦૯-૨૦૨૪ને મંગળવારના રોજ યોજાનાર હોય, જુદા જુદા શૈક્ષણિક સંઘો તેમના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ૩૧ ઓગસ્ટ સુધીમાં ગાંધીનગર ખાતે યોજી રહ્યા છે. ઉમેદવારી પત્રો તા.૨૦ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી ભરવાની મુદત હોય, પરંતુ જે તે સંવર્ગના પાર્લામેન્ટરી બોર્ડ તેના સત્તાવાર ઉમેદવાર જાહેર ન કરે ત્યાં સુધી મોટાભાગે ટિકિટના દાવેદાર ઉમેદવારો ઉમેદવારી છેલ્લા દિવસે ૨ સપ્ટેમ્બરના રોજ કરે તેવી સંભાવના છે.
દરમિયાન શિક્ષણ વિભાગના સુત્રોમાંથી બહાર આવેલી વિગતો અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના માણાવદરના અશોક રામ વાલી મંડળ વિભાગમાં ઝંપલાવી રહ્યાનુ જાણવા મળે છે. અશોક રામ હાલ શાળા સંચાલક મંડળના મંત્રી છે. અગાઉ સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન રહી ચૂકયા છે. રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રનુ જાણીતુ નામ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
