<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મોરબીમાં ઠેરઠેર જન્‍માષ્ટમીની ઉજવણી કરાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબીના નહેરૂ ગેટ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્‍યામ મિત્ર મંડળ દ્વારા જન્‍માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ સવારે ૯થી ૧૨ વાગ્‍યે તેમજ સાંજે ૮થી ૧૨ વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. તેમજ મટકી ફોડનો કાર્યક્રમ બપોરે ૧૨ વાગ્‍યે અને રાત્રે ૧૨ વાગ્‍યે રાખવામાં આવ્‍યો છે.

દર્દીઓને ન્‍યુટ્રીશન કીટ અને

બાળકોને મીઠાઈ-ફરસાણ વિતરણ

GMERS - જનરલ હોસ્‍પિટલ મોરબી  ખાતે  ડો. પી.કે દુધરેજીયા, સુપીડેન્‍ટ GMERS - જનરલ હોસ્‍પિટલ મોરબી અને ડો. ધનસુખ અજાણા, ડિસ્‍ટ્રિક્‍ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસર ના માર્ગદર્શન હેઠળ જન્‍માષ્ટમી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્‍યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને સીજનેબલ ફ્રુટ નું આયોજન કરવામાં આવેલ.

કીટ વિતરણમાં ડો, દિશા પાડલિયા , એ.આર.ટી મેડિકલ ઓફિસર, અને ડો, અંકિતા. કે. કોટડીયા  ઉપસ્‍થિત રહ્યા હતા તેઓના હસ્‍તે કીટ વિતરણ કરવામાં આવેલ  કુલ ૬૫ રાસન કીટ તથા બાળકોને મીઠાઇ ફરસાણ અને ફ્રૂટની કુલ ૩૦ કીટ આપવામાં આવેલ. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વ્રારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ.

નવયુગ ગ્રુપ ઓફ એજ્‍યુકેશન

નવયુગ ગ્રુપ ઓફ એજ્‍યુકેશનના દરેક કેમ્‍પસને ગોકુળની જેમ સજાવ્‍યું હતું. બાલવાટિકાથી કોલેજ સુધીનાં બાળકોએ શ્રીક્રુષ્‍ણ, બલરામ અને રાધાના વેશમાં આકર્ષણ જમાવ્‍યું હતું. બાલગોપાલને ટોપલામાં મૂકી વસુદેવ સાથે બધાં  શોભાયાત્રામાં જોડાયાં. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વળંદાવનની યાદ અપાવે તેવા સુંદર રાસ રજૂ થયા. બાળ કળષણ સાથે જોડાયેલ ગોપુરમ- કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા.  તેવી જ રીતે કે.જી.થી કોલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ થયા. કળષ્‍ણને પ્રિય એવી ગાય અને વાછરડાનું પૂજન આજના દિવસે કર્યું.

સંસ્‍થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્‍યક્‍ત કરેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્‍ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

પંચાસર પ્રા.શાળામાં મટકી ફોડ

પંચાસર પ્રા.શાળામાં કળષ્‍ણ જન્‍મોત્‍સવ અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પંચાસર પ્રા.શાળામાં અભ્‍યાસ કરતાં ધોરણ ૧ થી ૮નાં તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક કળષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવીને મટકી ફોડી હતી. એક વિદ્યાર્થીને કળષ્‍ણ બનાવવામાં આવ્‍યા હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાસર પા.શાળાનાં સ્‍ટાફ મિત્રોએ સાથે મળીને આયોજન કર્યું હતું.

શક્‍ત શનાળામાં મટકીફોડ કાર્યક્રમ

શક્‍ત શનાળા ગામના રામ ચોકમાં પણ તા.૨૬ને સોમવારના રોજ કળષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. જેમા રાત્રે ૯ કલાકે રાસ-ગરબા તેમજ રાત્રે ૧૨ વાગ્‍યે મટકીફોડનું આયોજન કરવામાં આવેલ છે.

રાજનગરમાં ધામધૂમથી ઉજવાશે

પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્‍માષ્ટમી ઉત્‍સવની ઉજવણી છેલ્લા ૭ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ ૨૬ ઓગસ્‍ટને સોમવારના રોજ જન્‍માષ્ટમીએ સવારે ૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૬ સોસાયટીમાં ભવ્‍ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

કાંતિપુર ગામે ઉજવણી કરાશે

કાંતિપુર ગામે તારીખ ૨૬ ઓગસ્‍ટના રોજ કળષ્‍ણ જન્‍માષ્ટમી મહોત્‍સવની ધામધુમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાંતિપુર ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગૌ સેવાના લાભાર્થે ૨૬ ઓગસ્‍ટ ને સવારે ૮-૩૦ કલાકે ગામમાં શિવ મંદિર પાસેથી શોભાયાત્રા નીકળશે.. તેમજ સવારે ૧૦-૩૦ કલાકે રામજી મંદિર જગ્‍યા ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા કાંતિપુર ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્‍ત કાંતિપુર ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ભગવતીપરામાં જન્‍માષ્ટમી ઉત્‍સવ

વાવડી રોડ પર આવેલા ભગવતીપરા ખાતે જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા જન્‍માષ્ટમી ઉત્‍સવની ઉજવણી કરવામાં આવશે. તારીખ ૨૬ ઓગસ્‍ટ ને સોમવારના રોજ જન્‍માષ્ટમીએ રાત્રે ૯ કલાકે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે. જેમાં કલાકાર હંસાબેન ભરવાડ ઉપસ્‍થિત રહીને રાસ ગરબાની રમઝટ બોલાવશે.

બ્રહ્મપુરી સોસાયટીમાં મહોત્‍સવ યોજાશે

નવલખી રોડ ખાતે ત્રિમંદીર સામે આવેલી બ્રહ્મપુરી સોસાયટીમાં તારીખ ૨૬-૮-૨૦૨૪ના રોજ રાત્રે ૧૨ કલાક દરમ્‍યાન સોસાયટીના તમામ સભ્‍યો દ્વારા જન્‍માષ્ટમી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ઉજવણીમાં રાત્રે ૧૦ કલાક દરમ્‍યાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સાથે જ આરતી અને ત્‍યાર બાદ મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં મોરબી શહેરમાં વસતા તમામ ભુદેવ પરિવારોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

મંગલમ પ્‍લે હાઉસમાં ઉજવણી કરાઈ

ન્‍યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ૨૧ વર્ષથી કાર્યરત મંગલમ પ્‍લે હાઉસ ખાતે ૧૯મી જન્‍માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાન શ્રી કળષ્‍ણની પૂજા કરવામાં આવી હતી અને બાળકો દ્વારા વિવિધ રાસ રજૂ કરી મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો.

બે દાયકાથી વાસુદેવ બની લોકોને વાસુદેવ પ્રત્‍યે કળતાર્થ કરતા મોહનભાઈ કે. અઘારા વિશેષ વાસુદેવ બની ઉપસ્‍થિત રહી બાળકોને શ્રી કળષ્‍ણ અને વાસુદેવ વિષે અવગત કર્યા હતા. સંચાલકો દ્વારા શ્રી કળષ્‍ણની અનેક વાર્તા કરી કળષ્‍ણની ઝાંખી આપી હતી. કાર્યક્રમના અંતે ભગવાન શ્રી કળષ્‍ણની આરતી કરી આ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્‍યો હતો. મંગલમ્‌ પ્‍લે હાઉસના બાળકો આ કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લઈ આનંદ અને મસ્‍તી સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

રામનગર ગામે મહોત્‍સવ ઉજવાશે

ભગવાન શ્રી કળષ્‍ણના જન્‍મોત્‍સવની ઉજવણીની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે તૈયારીઓ થઈ રહી છે. ત્‍યારે મોરબીના રામનગર ગામે પણ આગામી તારીખ ૨૬ ઓગસ્‍ટને સોમવારના રોજ શ્રી કળષ્‍ણ જન્‍માષ્ટમી મહોત્‍સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સમસ્‍ત રામનગર ગામ દ્વારા શોભાયાત્રા નીકળશે. ત્‍યારબાદ ૮-૩૦ કલાકે મટકી ફોડ અને રાસગરબાનો કાર્યક્રમ રામજી મંદિર ચોકમાં રાખવામાં આવ્‍યો છે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

જૂના ઘાંટીલા ગામે રથયાત્રા

માળીયાના જૂના ઘાંટીલા ગામે તા.૨૬ને બપોરના ૨ થી ૮ કલાક જૂના ઘાંટિલા યુવા ગ્રુપ દ્વારા જન્‍માષ્ટમીની ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે. જન્‍માષ્ટમીની આ ઉજવણીમાં સર્વે ધર્મ પ્રેમી જનતાને જોડાવા નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(1:54 PM IST)