<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

વાંકાનેરમાં ત્રણ ઇંચ ખાબક્યો : હળવદમાં અડધો ઇંચ : મોરબી અને ટંકારામાં ઝાપટા

મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે 25 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે

સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં વાંકાનેરમાં 75mm (3 ઇંચ), હળવદમાં 12 mm (અડધો ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં માત્ર 4 mm, ટંકારામાં 2 mm અને માળીયા મીયાણામાં 5 mm વરસાદ સાંજના 4 વાગ્યા સુધીમાં નોંધાયો છે. અને હજુ મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ સારો અને અમુક જગ્યાએ ધીમી ધારે

(7:37 PM IST)