<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો મહેરબાન : સાંજે બે કલાકમાં ચોટીલામાં 3 ઇંચ, થાનગઢમાં 2 ઈંચ ધોધમાર વરસાદ

વઢવાણમાં 34 મિ.મી., ચુડામાં 30 મિ.મી, દસાડામાં 29 મિ.મી., ધાંગધ્રામાં 25 મિ.મી., લીંબડીમાં 25 મિ.મી, મૂળીમાં 21 મિ.મી., સાયલામાં 11 મિ.મી વરસાદ

અમદાવાદ :સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 132 મિ.મી (સવા 5 ઈંચ) જેટલો વરસાદ વરસ્યો છે.

આ સિવાય અન્ય તાલુકામાં વરસાદના આંકડા મુજબ  થાનગઢમાં 70 મિ.મી., વઢવાણમાં 34 મિ.મી., ચુડામાં 30 મિ.મી, દસાડામાં 29 મિ.મી., ધાંગધ્રામાં 25 મિ.મી., લીંબડીમાં 25 મિ.મી, મૂળીમાં 21 મિ.મી., સાયલામાં 11 મિ.મી. અને લખતરમાં 5 મિ.મી. વરસાદ વરસ્યો છે.

જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 114 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 78 મિ.મી ( 3 ઈંચથી વધુ), નર્મદાના ડેડીયાપાડામાં 70 મિ.મી (પોણા 3 ઈંચ), નાંદોદમાં 54 મિ.મી તેમજ સુરેન્દ્નનગરના થાનગઢમાં 50 મિ.મી. ( 2 ઈંચ જેટલો) વરસાદ પડ્યો છે.

આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 76 તાલુકામાં 1 ઈંચથી વધુ, 40 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન નવસારીના ખેરગામમાં આભ ફાટ્યું હોય તેમ 262 મિ.મી (સવા 10 ઈંચ) તેમજ નર્મદાના ડેડિયાપાડામાં પોણા 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.



 

(8:39 PM IST)