News of Monday, 26th August 2024
સુરેન્દ્રનગરના સરા અને ધ્રાંગધ્રા વચ્ચે કારાપાણાની નદીના પ્રવાહમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યૂ

સુરેન્દ્રનગરઃ જિલ્લા સહિત હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે આજે સરા અને ધ્રાંગધ્રા વચ્ચેની કારાપાણાની નદી બે કાંઠે વહેતી થઈ છે. આ નદીના પાણીમાં આજે સવારે એક પિક-અપ ગાડી અને બે યુવાનો ફસાયા હોવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમને મળી હતી. આ જાણકારીના પગલે ધ્રાંગધ્રા મામલતદાર અને તેમની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા બંને માણસોનું રેસ્ક્યુ કરી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ લોકોને સલામત સ્થળે રહેવા અને નદી નાળા સહિતના પાણીનો ભરાવો થયો હોય તેવા સ્થળોએ જવાનું ટાળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
